વાંકાનેર શિક્ષણ શાખામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે ફરી એકવાર તપાસનું નાટક થયાનો ગણગણાટ

- text


વાંકાનેર શિક્ષણ શાખામાં તપાસ કરવાના બદલે માટેલ શાળામાં તપાસ કરતી કચ્છ જિલ્લાની ટીમ

વાંકાનેર : વાંકાનેર શિક્ષણ ખાતામાં થયેલા લાખો રૂપિયાના ભ્રષ્ટાચારમાં ભીનું સંકેલી લેવાની હિલચાલ ચાલી રહી હોય તેવો હાલ ગણગણાટ થઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર મુદ્દે ફરી એકવાર તપાસના નામે નાટક થયું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

હાલ ચર્ચાઈ રહેલી વિગતો મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં શિક્ષણ શાખામાં આશરે 93 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની માહિતી છે. ત્યારે જિલ્લા પંચાયત મોરબીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. ત્રણ ચાર મહિના સુધી ચાલેલ તપાસના અંતે 32 લાખ જેવી રકમના ચલણ ભરાવી રૂપિયા પરત જમા કરાવ્યા અને ત્રણ શિક્ષકો વિરુદ્ધ કહેવા પૂરતી FIR નોંધાવી પરંતુ જેની સહીથી આ ભ્રષ્ટાચાર થયો હોય એ વખતના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે કોઈ પગલાં ભરાયા ન હતા. જેથી વાંકાનેરના જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતા વડી કચેરી દ્વારા કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસ સોંપતા તારીખ 13 ઓક્ટોબરના રોજ ટીમ તપાસ માટે આવી હતી. પરંતુ જોવા જેવી વાત એ છે કે, ભ્રષ્ટાચાર શિક્ષણ શાખામાં થયો હતો પરંતુ તપાસ માટેલ શાળામાં કરવામાં આવી હતી અને જેની વિરુદ્ધ તપાસ થઈ રહી છે તે લોકો તપાસ ટીમની સાથે છે. જેમના વિરુદ્ધ FIR થયેલ છે એ ત્રણેય શિક્ષકોએ તપાસ કમિટી સમક્ષ હાજર થવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આમ ફરી એકવાર મોટા માથાને બચાવવા તપાસનું નાટક થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું છે.

- text

- text