વાંકાનેરના હસનપર ગામે ઉછીના પૈસા ન આપતા યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા યુવાન પાસે શક્તિપરામાં રહેતા શખ્સે ઉછીના પૈસા માંગતા યુવાને નાણાં ન આપતા ઉશ્કેરાયેલા શખ્સે યુવાનને ગાળો આપી લાકડી વડે માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના હસનપર ગામે રહેતા સંજયભાઇ કાન્તીભાઇ સોલંકી પાસે આરોપી કરમશી રવજી વાઘેલા, રહે.શક્તીપરા વાળાએ ઉછીના પૈસા માંગતા સંજયભાઈએ પૈસા આપવાની રવજી ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી વડે માર મારી આંગળીમા ફ્રેક્ચર કરી નાખી જાતિ પ્રત્યે અપમાનિત કરતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text

- text