મોરબીના વાવડી ગામે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો, 1.39 લાખની ચોરી

- text


નિશાચરો મકાનના તાળા તોડી સોનાના દાગીના અને રોકડ લઈ ગયા

મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી મકાનના તાળા તોડી રૂપિયા 1.39 લાખની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના વાવડી ગામે આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા મૂળ પોરબંદરના રહેવાસી બીપીનભાઈ લાભશંકરભાઈ મહેતાના મકાનમાં ગત તા.6થી તા.10ના અરસામાં તસ્કરો મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી બેડરૂમમાં કબાટમાં પડેલ સોનાનો ચેઇન, સોનાનો હાર, સોનાની બુટી સહિત પાચ તોલા દાગીના તેમજ 15 હજાર રોકડા મળી કુલ 1,39,000નો મુદ્દામાલ ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text