બાઈક ચોરીની મોડી ફરિયાદ કરી એટલે વીમો ન મળે ! ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપનીને સીધી કરી  

- text


બાઈક ચોરીના કિસ્સામાં ગ્રાહકને વીમા કંપની પાસેથી વળતર અપાવતું મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ 

મોરબી : મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોને ન્યાય અપાવવા હંમેશા લડત આપવામાં આવતી હોય છે ત્યારે માળિયા તાલુકાના વવાણીયા ગામના એક ગ્રાહકને બાઈક ચોરીની મોડી ફરિયાદ કરી એટલે વીમો ન મળે તેવો રોકો જવાબ પરખાવનાર વીમા કંપની પાસેથી વળતર અપાવી ન્યાય અપાવ્યો છે.

- text

માળિયા તાલુકાના વવાણીયા ગામના વિપુલ ખેંગારભાઈ ખીમાણીયાનું મોટરસાયકલ તેઓના ઘર પાસેથી ચોરાયું હતું. જેથી તેમણે એચડી એફસી ઇન્સ્યોરન્સ કંપનીમાં વીમા માટે રજૂઆત કરી હતી. પરંતુ વીમા કંપનીએ વળતર આપવાની ના પાડી દીધી હતી. જેથી વિપુલભાઈ ખીમાણીયાએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો અને રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન વીમા કંપનીએ જણાવ્યું હતું કે મોટરસાયકલ ચોરાયાના 14 દિવસ બાદ ફરિયાદ કરી હોવાથી વીમો નહીં મળે. જ્યારે ગ્રાહક અદાલતે આ રજૂઆત સાંભળી ન હતી અને ગ્રાહકને વીમા કંપનીની સેવામાં ખામી હોય 60,990 અને 10,000 ખર્ચના એમ મળી કુલ 70990 રૂપિયા 7 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે અને ગ્રાહકને ન્યાય મળ્યો છે. સાથે જ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ પ્રકારની આવી ફરિયાદ હોય તો પ્રમુખ લાલજીભાઈ મહેતા- 98257 90412 અથવા બળવંતભાઈ ભટ્ટ 93274 99185 અથવા રામભાઈ મહેતા 99047 98048નો સંપર્ક કરવો.

- text