હાશ ! હવે એન્જીયોપ્લાસ્ટી માટે દર્દીઓને રાજકોટ સિવિલમાં સુવિધા 

- text


ગુજરાતની પ્રથમ સરકારી કેથલેબનો પ્રારંભ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 7 દર્દીની એન્જીયોગ્રાફી કરાઈ

મોરબી : વર્તમાન સમયમાં હાર્ટએટેકના બનાવ વધ્યા છે ત્યારે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ગુજરાતની સૌપ્રથમ કેથલેબનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ થયા બાદ આ કેથલેબની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે 10 દર્દીઓ પૈકી 7 દર્દીઓની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દર્દીને 90% બ્લોકેજ આવતા આજે બુધવારે નિષ્ણાંત તબીબોની દેખરેખમાં તેની એન્જીયોપ્લાસ્ટી પણ કરવામાં આવશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનાં હસ્તે ગુજરાતની સરકારી હોસ્પિટલની સૌપ્રથમ રાજકોટની કેથલેબનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે પ્રથમ દિવસે કુલ 10 દર્દીની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી જે પૈકી સાત દર્દીઓની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. આ પૈકી પ્રથમ દર્દીને 90% બ્લોકેજ આવતા નિષ્ણાંત તબીબો દ્વારા એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ દર્દી પહેલા તો ઇમરજન્સી કે ઓપીડીમાં આવે છે. ત્યારબાદ ત્યાં તેનાં ઇસીજી સહિતનાં રિપોર્ટ ચકાસીને જરૂર પડે તો પ્રથમ કાર્ડિયોલોજીસ્ટ દ્વારા તપાસ કરવામાં આવશે. ત્યારબાદ જરૂર પડે એન્જીયોગ્રાફી અને ત્યારબાદ એન્જીયોપ્લાસ્ટી તદ્દન ફ્રી કરવામાં આવશે. જે દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોય તેને પ્રથમ ચાન્સ આપવામાં આવશે. તેમજ જેમની પાસે કાર્ડ નથી પણ જરૂરી ડોક્યુમેન્ટ છે તેવા દર્દીનું માત્ર 30 મિનિટમાં કાર્ડ કાઢી આપીને પણ આ તમામ સારવાર આપવામાં આવશે.હાલમાં ખાનગી હોસ્પિટલમાં એન્જીયોગ્રાફી માટે રૂ. 4થી 10 હજાર અને એન્જીયોપ્લાસ્ટી માટે રૂપિયા 1થી 2 લાખ લેવાતા હોય છે, જે તમામ સારવાર સિવિલ હોસ્પિટલમાં તદ્દન ફ્રી કરવામાં આવશે. રાજકોટમાં કેથલેબ શરૂ થતાં સૌરાષ્ટ્ર અને કચ્છના હૃદય રોગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે.

- text

સિવિલ હોસ્પિટલમાં હાર્ટ સંબંધી તમામ સારવાર ફીમાં મળશે

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ખાસ કરીને સમયાંતરે હૃદય સંબંધી રોગ, હાર્ટએટેકની વધુ સારવાર માટે રાજકોટ કે જિલ્લાના લોકોને અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરો તરફ દોડવું પડયું હતું અને ખર્ચાળ સારવાર લેવી પડતી હતી. પણ હવે હાર્ટ સંબંધી તમામ સારવાર, નિદાન, ઓપરેશન જેવી વિનામુલ્યે સેવાનો સિવિલ હોસ્પીટલમાં પ્રારંભ થયો છે. કેથલેબની તબીબી ટીમે જણાવ્યું હતું કે, દર્દીના શરીરને અનુકુળ અને જરૂર પડે તે પ્રકારનાં એટલે કે કિંમતી સ્ટેન્ડ (બલુન) કેથલેબમાં ઉપલબ્ધ છે. તબીબી અભિપ્રાય અને દર્દીની અનુકુળતા મુજબના સ્ટેન્ડ મુકીને દર્દીને નવજીવન બક્ષવા માટે આ સિવિલ હોસ્પિટલની ટીમ તૈયાર છે.

- text