હળવદના સેવાભાવી સ્વ.પુનરવસુભાઈ રાવલને સેવાકાર્યો થકી શ્રદ્ધાંજલિ અપાશે

- text


દિવંગતના આત્મા કલ્યાણ અર્થે પરિવારજનો દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન

હળવદ : હળવદના વેપારી આલમમાં શૂન્યમાંથી સર્જન કરી વ્યવસાય ક્ષેત્રમાં આગવી નામના પ્રાપ્ત કરનાર અને વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ સાથે વર્ષો સુધી જોડાયેલા પુનરવસુભાઈ રાવલનો સોમવારે જીવનદીપ બુઝાયો છે.તેમના નિધનથી વેપારી આલમમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. તેથી આ સેવાભાવીને સેવાકાર્ય થકી શ્રદ્ધાંજલિ આપવાનું તેમના પરિવારજનોએ નક્કી કર્યું છે.

દિવંગત પુનરવસુભાઈ રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન (શિશુ મંદિર)ના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપી હતી અને હળવદ બ્રહ્મ સમાજના પણ વર્ષો સુધી ટ્રસ્ટી તરીકે માનદ સેવાઓ પૂરી પાડી હતી અને અનેક આંખના મોતિયાના નિશુલ્ક ઓપરેશન માટે અનેક નેત્ર યજ્ઞ કેમ્પમાં તેઓ નિમિત્ત બન્યા હતા.સાથે એક્યુપ્રેશર અને બ્લડ ડોનેશન કેમ્પના અનેક આયોજનમાં પણ અનેક વખત નિમિત્ત બન્યા હતા તેઓ નાનામાં નાના માણસને ઉપયોગી થવા માટે તત્પર રહેતા હતા ત્યારે છેલ્લા ચાર વર્ષથી તેઓની બંને કિડની ફેઇલ થતા ડાયાલિસિસની સારવાર ઉપર હતા.ડાયાલિસિસની સારવાર ખુબ જ કઠિન હોય છે.ત્યારે સાડા ચાર વર્ષ ડાયાલિસિસની સારવાર ઉપર હોય તેવા ખુબ ઓછા દર્દીઓ હશે. પુનરવસુભાઈનો પરિવાર આજના સમાજ માટે આદર્શ પરિવાર ગણી શકાય કે બધા કામ પડતાં મૂકી અને માતા પિતાની સેવા કરવી અને એ પણ સારામાં સારી. ત્યારે તેમનું દુઃખદ નિધન થતા પરિવારજનોએ વિવિધ સેવાકીય કાર્યો થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું નક્કી કર્યું છે જેમાં ૧૩ દિવસ સુધી ઝૂંપડપટ્ટી વિસ્તાર ના બાળકોને ભોજન ,શ્રી રામ ગૌશાળામાં રોજ ૧૨૫ મણ લીલા ચારાની નીરણ કરાવવી,કીડિયારું પૂરવું જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી સદગતના આત્માને શ્રદ્ધાંજલિ આપવાનું પરિવારજનોએ નક્કી કર્યું છે.

- text

- text