મોરબીમાં રક્ષાબંધન પર્વ ઉપર ટ્રાફિકજામથી લોકો હેરાન પરેશાન

- text


તહેવારો હોય કે સામાન્ય દિવસો ટ્રાફિકજામ ક્યામી સમસ્યા બની હોય તેનો યોગ્ય ઉકેલ જરૂરી : મોરબી તાલુમાં કોંગ્રેસ પ્રમુખ

મોરબી : મોરબી શહેરમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ ગંભીર બની છે. આજે ઘણી બહેનો રક્ષાબંધન નિમિતે પોતાના ભાઈને રાખડીઓ બાંધવા નીકળી હોય ત્યારે ટ્રાફિકજામ થતા ભારે હાલાકીનો સામનો કરબો પડ્યો હતો અને ઘણી બહેનો ટ્રાફિકજામને કારણે રક્ષાબંધનનું મુહૂર્ત સાચવી ન શકતા મુશ્કેલીમાં મુકાય ગઈ હતી.

- text

મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી. પડસુબિયાએ આજે ટ્રાફિકજામ મામલે પોલીસનો ઉધડો લીધો હતો અને ટ્રાફિકની યોગ્ય વ્યવસ્થા ન કરવા બદલ આકરી ટીકા કરી હતી. તેમણે એવો બળાપો ઠાલવ્યો હતો કે, આજે અવની ચોકડી પાસે ભારે ટ્રાફિકજામ થયો હતો. એક બાજુ આજે રક્ષાબંધન હોય મોટી સંખ્યામાં બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા નીકળી હોય ત્યારે ટ્રાફિકજામ થતા આવી બહેનો ટ્રાફિકજામમાં ફસાઈ ગઈ હતી અને રક્ષાબંધને મુહૂર્ત ન સાચવી શકતા બહેનો હેરાન થઈ ગઈ હતી. જો કે શહેરમાં ટ્રાફિકજામ થવો સામાન્ય બાબત બની ગઈ છે. શહેરના રાજમાર્ગો ઉપરથી કોઈ વાહન સરળતાથી નીકળી જ શકતું નથી. દરેક માર્ગો ઉપર ટ્રાફિકજામ થાય છે. તહેવારો હોય કે સામાન્ય દિવસો રોજ ટ્રાફિકજામ થાય છે અને અનેક લોકો મુસીબતમાં મુકાય જાય છે. જો કે અવની ચોકડી અને ઉમિયા ચોકડી અને દલવાડી સર્કલ તેમજ એસપી ચોકડી અને આલાપ ચોકડીએ પણ આવી જ દશા છે. અગાઉ તંત્રએ અવની રોડને વનવે જાહેર કરવાનું કહ્યું હતું. પણ અભી બોલા અને અભી ફોકની જેમ આ વચન પણ ગૂંગળાઇ જતા લોકોની મુશ્કેલીનો પાર રહ્યો નથી. આથી તંત્ર યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી તેમણે માંગ ઉઠાવી છે.

- text