હળવદના મહર્ષિ ગુરુકુળમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

- text


હળવદ : આજરોજ 30 ઓગસ્ટના રોજ હળવદના મહર્ષિ ગુરુકુળ કેમ્પસ ખાતે રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મહર્ષિ ગુરુકુળની હોસ્ટેલમાં રહેતા 1,000 થી પણ વધારે ભાઈઓ-બહેનોએ રક્ષાબંધન ઉત્સવ ઉજવ્યો હતો. રક્ષાબંધન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહર્ષિ ગુરુકુળની ભગિની હોસ્ટેલની બહેનો દ્વારા ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને પ્રસ્થાપિત કરતું હૃદયમાં લાગણીઓ નિર્માણ કરતું ભાવથી તરબોળ એવા અભિનય ગીત કરીને ભાઈ બહેનના પ્રેમને અભિવ્યક્ત કર્યો હતો. ભાઈઓ અને બહેનો દ્વારા સમૂહ ગીત ગાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસ અંતર્ગત પોતાની લાગણીઓ વક્તવ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં મહર્ષિ ગુરુકુલના સ્ટાફ મિત્રો, સંચાલક ગણ અને મેનેજિંગ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. હોસ્ટેલમાં રહેતી બહેનોએ હોસ્ટેલમાં રહેતા ભાઈઓને રક્ષા કવચ બાંધી દીર્ઘાયુની પ્રાર્થના કરી ભાઈની બહેન તરફ જોવાની કલ્યાણકારી દ્રષ્ટિ નિર્માણ થાય તેવો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. મહર્ષિ ગુરુકુલના મેનેજિંગ ડિરેક્ટર રજનીભાઈ સંઘાણીએ વિદ્યાર્થીઓને સંદેશો પાઠવતા જણાવ્યું કે, મહર્ષિ ગુરુકુળ એક પરિવાર છે અને પરિવારમાં દીકરા અને દીકરીઓ સાથે રહેતા હોય છે. આ દીકરા દીકરીઓ ભાઈ અને બહેનના પવિત્ર બંધનથી જોડાયેલા હોય છે એટલા માટે દર વર્ષે મહર્ષિ ગુરુકુળમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે રક્ષાબંધનનો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે. મહર્ષિ ગુરુકુળની હોસ્ટેલની બહેનોએ ગુરુકુલના હોસ્ટેલના ભાઈઓ પાસે ક્યારેય વ્યસન નહીં કરીએ, ક્યારેક ખોટા માર્ગને અપનાવિશું નહીં અને સફળ થવા માટે શોર્ટકટ રસ્તા નહીં અપનાવીએ આવી માંગણી કરી રક્ષાકવચના બંધનથી બાંધી ભાઈના ઉજ્જવળ ભવિષ્યની અભ્યર્થના કરી હતી.

- text

- text