મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખનું ફેક ઇન્સ્ટ્રાગ્રામ આઈડી બનાવી ગઠિયાએ અનેક પાસે પૈસા માંગ્યા

- text


પ્રમુખ હરેશભાઇ બોપલીયાના બે મિત્રોએ તો ભેજાબાજોની વાતોમાં ભોળવાઈ પૈસા પણ ટ્રાન્સફર કરી દીધા 

મોરબી : મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલીયાનું ઇન્સ્ટ્રાગ્રામમાં ફેક આઈડી બનાવી મિત્રો પાસેથી પૈસા માંગ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભેજાબાજોની વાતોમાં ભોળવાઈ જઈને બે મિત્રોએ ઓનલાઈન પૈસા પણ ટ્રાન્સફર કરી આપ્યા હોવાનું સામે આવ્યું છે.

મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલીયાના નામનું કોઈ ટેક્નિકલ ભેજાબાજોએ ઇન્સ્ટ્રાગ્રામમાં ફેક આઈડી બનાવી નાખ્યું છે. એટલું જ નહીં એ ટેક્નિકલ ભેજાબાજોએ હરેશભાઈ બોપલીયાના નામનું ઇન્સ્ટ્રાગ્રામમાં ફેક આઈડી બનાવીને તેમના મિત્રો સહિત 15 જેટલા પરિચિતોને આ ફેક આઈડીથી મેસેજ કરીને કોઈને કોઈ બહાના હેઠળ પૈસાની માંગણી કરી છે. જેમાંથી બે લોકો આ વાતોમાં ભોળવાઈ જઈને ટેક્નિકલ ભેજાબાજોએ કહ્યા મુજબ પૈસા ઓનલાઈન ટ્રાન્સફર પણ કરી દીધા છે. આ ગંભીર બાબત ધ્યાને આવતા હરેશભાઇ બોપલીયાએ તેમના સગા સંબંધીઓ તેમજ મિત્રો સહિતના તમામ પરિચિતોને આવા કોઈ મેસેજ આવે તો ગેરમાર્ગે ન દોરાઈને પૈસા ન આપવાનું જણાવી સચેત રહેવાની સલાહ આપી પોલીસ ફરિયાદ નોંધાવવા પણ તજવીજ શરૂ કર્યાનું જાણવા મળે છે.

- text

- text