તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં મોરબીની આદર્શ નિવાસી શાળા વિજેતા

- text


મોરબી: આંતર શાળાકિય તાલુકાકક્ષા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબીની આદર્શ નિવાસી શાળા વિજેતા થઈ છે.

ન્યૂ યેરા પબ્લિક સ્કૂલ ખાતે આજે આ કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચમાં આદર્શ નિવાસી શાળા વિજેતા જાહેર થઈ હતી. જે બદલ શાળાના આચાર્ય પી. જી. ઉકાણીબેન અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ટીમ અને કોચ બી.વી. પનારાને અભિનંદન પાઠવ્યા છે

- text

- text