પાઇપલાઇન ગેસમાં ભાવ વધારો, સિરામિક ઉદ્યોગ ઉપર દરરોજનું 80 લાખનું ભારણ વધ્યું

સિરામિક ઉદ્યોગને પડયા ઉપર પાટુ જેવો ઘાટ, પ્રોપેન પણ મોંઘો

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગને પડયા ઉપર પાટુ જેવા ઘાટ વચ્ચે પ્રોપેન ગેસના ભાવ વધારા વચ્ચે પાઇપલાઇન ગેસના ભાવમાં 2 રૂપિયા જેટલો ભાવ વધારો થતાં દરરોજનું 80 લાખ રૂપિયાનું ભારણ વધ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સિરામિક ઉદ્યોગ માટે મુખ્ય ઇંધણ એવા પાઇપલાઇન ગેસના ભાવમાં સતત વધારો થતાં સિરામિક ઉદ્યોગ પીએનજી છોડી પ્રોપેન અને એલપીજી તરફ વલયા હતા જેમાં ભાવ વધારો થતા પુનઃ સિરામિક ઉદ્યોગે પીએનજી તરફ દોટ મૂકી હતી. જો કે, આજે ગુજરાત ગેસ કંપની દ્વારા પીએનજી ગેસના ભાવમાં રૂપિયા 2નો ભાવ વધારો કરતા સિરામિક ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે.

વધુમાં મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગ માટે પીએનજી ગેસનો ભાવ વધારો અસહ્ય છે, હાલમાં પ્રોપેનગેસના ભાવમાં પણ ભાવ વધારો થતા હવે સિરામિક ઉદ્યોગ માટે મુશ્કેલી ભર્યા દિવસો હોવાનું તેમને ઉમેર્યું હતુઁ