મોરબીની આર.ઓ. પટેલ મહિલા કોલેજ દ્વારા ઔદ્યોગિક મુલાકાત યોજાઈ

- text


મોરબી : મોરબીની શ્રીમતિ આર.ઓ. પટેલ મહિલા કોલેજ દ્વારા વિદ્યાર્થિનીઓને ઔદ્યોગિક મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં બી.કોમની ત્રીજા વર્ષની વિદ્યાર્થિનીઓએ કચ્છના મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ (સ્પેશિયલ ઈકોનોમિક ઝોન)ની તથા ભુજ સ્થિત પારલે-જી કંપનીની મુલાકાત લીધી હતી.

આ ઔદ્યોગિક મુલાકાતમાં અદાણી પોર્ટ પર થતી દરિયાઈ વાણિજ્યક અને બિનવાણિજ્યક પ્રવૃતિઓ જેવી કે જહાજને લાંગરવા માટેની જેટ્ટી(દરીયાઈ પુલ), જહાજમાં માલસામાન ભરવા અને ખાલી કરવા માટેની અદ્યતન અને વિશાળકાય ક્રેઈનો, જહાજનાં સ્વાગત અને લાંગરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું વિશિષ્ટ પ્રકારનું નાનું જહાજ એટલે કે ટગ, ખુલ્લા અને બંધબોડીના વિશાળકાય ગોડાઉનો, SEZ, CFS, CHA, FOB, CIF, Import Export Code અને અદાણી ગ્રૂપના ભવિષ્યના પ્રોજેક્ટ વિશેની બારીકાઈપુર્વક માહિતી પોર્ટ મેનેજર તથા સ્ટાફગણ દ્વારા પુરી પાડવામાં આવી હતી.

પારલે-જી કંપનીમાં થતી વિવિધ કંપનીલક્ષી પ્રવૃતિઓ જેવી કે સંચાલનમાં ઉપયોગમાં આવતી 5’S ની પદ્ધતિ અને કંપનીની ઉત્પાદનપ ક્રિયામાં સ્વચ્છતા વિષેની સચોટ અને ઝીણવટભરી માહિતી પુરી પાડવામાં આવી હતી. ત્યારબાદ બિસ્કિટ બનાવવા માટે કાચા માલસામાનનું મિશ્રણ, પરિક્ષણ, મોલ્ડીંગ(ઘાટ), બેકિંગ(ઓવેન), કુલીંગ, પેકિંગ, વગેરે માહિતી પુરી પાડવામાં આવી હતી અને સાથોસાથ તમામ વિધાર્થિનીઓને બિસ્કીટ પણ આપવામાં આવ્યા હતા.

મુલાકાતના અંતમાં ભુજમાં ભુજીયા ડુંગરની ગોદમાં બનેલ નવું અર્થકવેક મ્યૂઝિયમની પણ મુલાકાત લીધી હતી. જેમાં જુદી જુદી 6 ગેલેરી દ્વારા કચ્છ તથા કચ્છમાં આવેલા ભૂકંપની વિગતવાર માહિતી મેળવી હતી. આ ઔદ્યોગિક મુલાકાતના આયોજન માટે કોલેજના વિભાગાધ્યક્ષ મયુરભાઈ હાલપરા તથા સહઅધ્યાપક મિત્રો કેતનભાઈ કડીવાર, ધવલભાઈ સનારિયા, મિતલમેમ, નિકિતામેમ વગેરેએ ભારે જહેમત ઉઠાવી આ મુલાકાતને સફળ બનાવી હતી.

- text

- text