વાંકાનેર તિથવા ગામની સીમમાં જુગારધામમાં જુગાર રમતા નવ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામની બંધારની સીમમાં વાડીમાં આવેલ ઓરડીમા જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા નવ શખ્સને રોકડા રૂપિયા 92,400 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામની બંધારની સીમમાં અરણીટીંબાના સીમાડે આરોપી જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરીના કબ્જા ભોગવટાવાળી વાડીની ઓરડીમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરી, ઇલ્યાસભાઇ રહીમભાઇ શેરસીયા, રમેશભાઇ ઉર્ફે ભુપત વીભાભાઇ ફાંગલીયા, નીજામુદીન અલીભાઇ શેરસીયા, અહેમદભાઇ હુશેનભાઇ પરાસરા, માહમદરફીક આહમદભાઇ વકાલીયા, ભરતસિંહ સજુભા ઝાલા, બટુકસિંહ ચંપુભા ઝાલા અને દીવ્યરાજસિંહ દશરથસિંહ જાડેજા તિનપતિ રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 92,400 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

આ સફળ કામગીરી પીએસઆઇ બી.પી.સોનારા, સર્વેલન્સ પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા, પો.કોન્સ. હરીચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવીભાઇ કલોત્રા, વીજયભાઇ ડાંગર, અજયસિંહ ઝાલા તથા એ બીટ પો.હેડ.કોન્સ. મોમજીભાઇ ચૌહાણ, પો.કોન્સ. મનજીભાઇ શીયાળ, તીથવા ઓ.પી. એ.એસ.આઇ. વીરેન્દ્રભાઇ ખાચર તથા પો.કોન્સ. અશ્વીનભાઇ રંગાણી રોકાયેલ હતા.

- text