મોરબીની વરિયા બોર્ડિંગ ખાતે વક્તૃત્વ સ્પર્ધા, લાયબ્રેરી ઉદઘાટન અને પ્રજાપતિ સમાજની વેબસાઈટનું લોન્ચિંગ

વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા ભવ્ય ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

મોરબી : મોરબીમાં સામાકાંઠે સોઓરડીમાં આવેલ વરિયા પ્રજાપતિ સમાજની બોર્ડીંગ ખાતે ગઈકાલે વરિયા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિત વચ્ચે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા ભવ્ય ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં વરિયા બોર્ડિંગ ખાતે વક્તૃત્વ સ્પર્ધા, લાયબ્રેરી ઉદઘાટન અને પ્રજાપતિ સમાજની વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

મોરબી વરિયા પ્રજાપતિ સમાજની શેક્ષણિક સંસ્થા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબી દ્વારા વરિયા બોર્ડિંગ ખાતે ગઈકાલે તા.20 ઓગસ્ટના રોજ વક્તૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરાયું હતું આ આયોજનમાં વરિયા પ્રજાપતિ સમાજના થાન વાંકાનેરઃ રાજકોટ મોરબી મકનસર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના 65થી વધુ સ્પર્ધાકોએ ભાગ લીધો હતો. જેમાં અલગલગ કુલ ત્રણ કેટેગરીની વયમર્યાદામાં આ સ્પર્ધા યોજાઈ હતી 12 થી 17,18 થી 25 અને 25 વર્ષથી ઉપરના સ્પર્ધા જોડાયા હતા.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોરબી આર્ટ્સ કોલેજના પ્રોફેસર રામભાઈ વારોતરીયા, એલ. ઈ. કોલેજ મોરબીના પ્રોફેસર જાગૃતિબેન ભેડા, તેમજ મોરબીના જાણીતા કવિ અને લેખક રૂપેશભાઈ પરમાર (કવિ. જલરૂપ ) સેવા આપેલ.સંસ્થા દ્વારા દરેક સ્પર્ધાકોને સન્માનપત્ર તેમજ ત્રણય વિભાગના 1 થી 3 નંબરે વિજેતા થયેલા સ્પર્ધાકોને રોકડ પુરસ્કાર, શિલ્ડ, અને વિશેષ મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા. જેમાં 12 થી 17 વર્ષમાં પ્રથમ સંખલપરા પલક દીપકભાઈ -મોરબી , દ્વિતીય વાણેશીયા દ્રષ્ના નરેશભાઈ -વાંકાનેર, તૃતીય વડાવિયા દિયા પ્રવીણભાઈ -હળવદ જયારે 18 થી 25 ની વયમર્યાદામાં પ્રથમ ધરોડીયા હેતલ અનિલભાઈ, દ્વિતીય ભોરણીયા દેવાંગી હસમુખભાઈ, તૃતીય વાહણેશિયા નેહા નવીનભાઈ 25 વર્ષથી ઉપરની વયમર્યાદામાં પ્રથમ મેજડીયા નિધિબેન જીગ્નેશભાઈ -મોરબી, દ્વિતીય ઘુમલીયા શીતલબેન ચંદુભાઈ -મોરબી, તૃતીય ધરોડીયા ચાંદનીબેન ચિંતનભાઈ વિજેતા થયાં હતા જેઓને સમાજના આગેવાનોના હસ્તે સન્માનિત કરાયા હતા.

સંસ્થાના પાટાગણમાં સવારથીજ લાયબ્રેરીમાં સમાવિષ્ટ પુસ્તકોનું પ્રદર્શન રખાયું હતું. જેનો વરિયા પ્રજાપતિ સમાજના બોહળી સંખ્યામાં લોકોએ રસપ્રદ પુસ્તકો નિહાળ્યા હતા અને સાંજે 6 કલાકે સંસ્થા દ્વારા લાયબ્રેરીનું ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આધ્યાત્મિક, ધાર્મિક, સ્પર્ધાત્મક પરીક્ષાઓનેની તૈયારીના પુસ્તકો, બાળવાર્તા સંગ્રહ જેવા જુદાજુદા 1100થી વધુ પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું ઉદઘાટન પ્રજાપતિ સમાજના ગુરુદ્વાર નકલંકધામ હડમતીયાના મહંત મેહુલદાસબાપુ, કર્મયોગી આશ્રમ વાવડીથી જયરાજનાથજી બાપુ તેમજ સમારંભના અધ્યક્ષ એડવોકેટ જગદીશભાઈ મલુભાઈ સખનપરા (સુરેન્દ્રનગર ) સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટીઓ અને સભ્યોની ઉપસ્થિતિમાં કરાયું હતું. સાધુ સંતો અને આગેવાનોએ પ્રસંગીક પ્રવચનમાં સમાજના વધુ લોકોં આ લાયબ્રેરીના લાભ લઈને વાંચનપ્રત્યે પ્રેરાય એવી પહેલ કરી હતી.

પ્રજાપતિ સમાજની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓની સંપૂર્ણ માહિતી અને તેની કાર્યપ્રણાલી તેમજ ધંધા વ્યવસાયની સંપૂર્ણ માહિતીઓ એકજ જગ્યાએથી મળી રહે એવા શુભ હેતુથી પ્રજાપતિ સમાજની વેબસાઈટનું પણ લોન્ચિંગ કરાયું હતું. આ તકે દરેક ગામના વરિયા પ્રજાપતિ સમાજના આગેવાનો મેહમાનો અને લોકોં બોહળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના સભ્યોએ ભારે જેહમત ઉઠાવી હતી.