હળવદના રાતાભેર ગામની શાળામાં શિક્ષકોની ઘટ પૂરી કરવા રજૂઆત

- text


હળવદ : તાલુકાના રાતાભે ગામે આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ઘટ હોય ગામના સરપંચ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિને લેખિત રજૂઆત કરીને શિક્ષકોની ઘટ પૂરી કરવા માંગ કરી છે.

રાતાભે ગામના સરપંચે રજૂઆતમાં જણાવ્યું છે કે, રાતાભે પ્રાથમિક શાળામાં ગામના આગેવાનો અને પંચાયતના સભ્યો દ્વારા જાણવા મળ્યું છે કે, પ્રાથમિક શાળામાં કુલ મહેકમ 15ની સામે 8 શિક્ષકો અને 1 આચાર્ય છે. એટલે કુલ 7 શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. શિક્ષકોની ઘટ હોવાથી બાળકોના અભ્યાસ પર તેની અસર પડી રહી છે. હાલ વિદ્યા સહાયકો અને જ્ઞાન સહાયકોની ભરતી ચાલુ છે ત્યારે રાતાભે પ્રાથમિક શાળામાં ઘટતા મહેકમ સામે શિક્ષકો ફાળવવામાં આવે તેવી શિક્ષણ સમિતિ સમક્ષ માંગ કરવામાં આવી છે.

- text

- text