મોરબીની ભડિયાદ શાળામાં વેલમાઈકા લેમિનેટ્સ કંપની દ્વારા ગણવેશ વિતરણ કરાયું

- text


મોરબી : મોરબી તાલુકાની ભડિયાદ પ્રાથમિક શાળા ખાતે વેલમાઈકા લેમિનેટ્સ પ્રા.લી. કંપની દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગણવેશ આપવામાં આવ્યા હતા.

વેલમાઈકા લેમિનેટ્સ પ્રા.લી. કંપની દ્વારા ભડિયાદ પ્રાથમિક શાળાના બાળવાટીકા અને ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓને ગણવેશ આપવામાં આવ્યા હતા. આ કાર્ય બદલ શાળા પરિવાર વતી ડાયાભાઈ આદ્રોજા, સવજીભાઈ અઘારા અને વિપુલભાઈ ફેફરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ શાળામાં સ્ટેશનરી કીટ તથા સ્કૂલબેગના દાતા પૂર્વ સરપંચ જયંતીભાઈ અઘારા અને ગિરધરભાઈ અઘારાનો પણ આભાર વ્યક્ત કરાયો હતો.

- text

- text