મન હોય તો માળવે જવાય : બે સંતાનોની માતા TET 2 અને TAT(S)માં ઉત્તીર્ણ 

- text


નોકરી સાથે ઘરની જવાબદારી વચ્ચે પણ કારકિર્દી માટે સમય ફાળવી સખત પરિશ્રમ કરી સફળતા મેળવી

મોરબી : મન હોય તો માળવે જવાય…આ યુક્તિને મોરબીની એક બે સંતાનોની માતાએ ચરિતાર્થ કરી છે. ઘરની સાથે નોકરીની જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવી તે TET 2 અને TAT(S)માં ઉત્તીર્ણ થયા છે.

મોરબીમાં રહેતા રંગપરિયા શીતલ મહેશભાઈ કે જેઓ બે બાળકોની માતા છે. તે નિર્મલ વિદ્યાલયમાં નોકરી પણ કરે છે. આમ બાળકોની, ઘરની અને નોકરીની જવાબદારી વચ્ચે પણ તેને પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડવા માટે સખત પરિશ્રમ કરવાનું છોડ્યું ન હતું. જેને પરિણામે તેને TET 2 અને TAT(S) પરીક્ષા પાસ કરી છે. TAT(S)માં તેમને 156 માર્ક મેળવ્યા છે. TAT(S) પરીક્ષામાં 60 હજારથી માત્ર 5 હજારને 140 ઉપર માર્ક મળ્યા હતા.

તેઓએ દરરોજ 4 થી 7 કલાક મહેનત કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. વધુમાં તેઓએ TAT(HS)ની પ્રિલીમ્સ પરીક્ષા આપી છે. તેમાં પણ સારા માર્ક આવશે એવી આશા છે. ઉલ્લેખનીય છે કે શીતલબેનને આ સફળતા મળી છે.જેનો શ્રેય તેઓ પોતાના પતિ અને પરિવારના સહયોગને આપે છે.

- text

- text