GMERS કોલેજોમાં અસહ્ય ફી વધારો સરકારે પરત ખેંચ્યો 

- text


વાલીઓની રજૂઆતોને પગલે સરકારી ક્વોટાની ફી 5.50 લાખથી ફરી 3.30 લાખ જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 17 લાખથી ફરી 9.7 લાખ કરાઇ

મોરબી : GMERS કોલેજોમાં સરકારી તેમજ મેનેજમેન્ટ ક્વોટામાં અસહ્ય ફી વધારો સરકાર દ્વારા પરત ખેંચવામાં આવતાં વાલીઓ અને વિદ્યાર્થીઓને રાહત થઈ છે.આ મામલે વાલીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જે મામલે સરકાર વિચારણા કર્યા બાદ GMERS કોલેજોમાં ફી વધારાનો નિર્ણય પરત ખેંચાયો છે. ત્યારે હવે સરકારી ક્વોટાની ફી 5.50 લાખથી ફરી 3.30 લાખ કરવામાં આવી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 17 લાખથી ફરી 9.7 લાખ કરવામાં આવી છે.

- text

વર્ષ-2023-24માં પ્રથમ વર્ષની GMERSની 13 મેડીકલ કોલેજોની બેઠકો ઉપર શૈક્ષણિક ફી વાર્ષિક રૂ.5.50 લાખ સાથે સેલ્ફ ફાયનાન્સના લિસ્ટમાં દાખલ કરી સરકારી ક્વોટાની 75% બેઠક પ્રમાણે કુલ 1500 બેઠકો તેમજ શૈક્ષણિક ફી વાર્ષિક રૂ. 17 લાખ સાથે મેનેજમેન્ટ ક્વોટાની 10% બેઠકો પ્રમાણે કુલ-210 બેઠક સરકારી ક્વોટાની બેઠકો તરીકે આપવા માટે સરન્ડર કરવામાં આવી હતી. વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવતા સરકાર દ્વારા ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. ત્યારે હવે શૈક્ષણિક પ્રવેશ વર્ષ 2023-24  માં સરકારી ક્વોટાની ફી 3.30 લાખ કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 9.7 લાખ કરાઈ છે.

- text