બ્રાહ્મણી નદીમાં ચાલતા રેતી ચોરીનાં કારસ્તાન પર મોરબી એલસીબીના દરોડા

- text


ત્રણ હિટાચી મશીન અને બે હુણકા મશીન સીઝ કરી ખાણ ખનીજને સોંપ્યા : ૯૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

હળવદ : હળવદ તાલુકાના મિયાણી ગામે બ્રાહ્મણી નદીમાં ચાલતા રેતી ચોરીના કારસ્તાન પર મોરબી એલસીબી પોલીસે દરોડો પાડી ત્રણ હિટાચી મશીન અને બે હુણકા મશીન ઝડપી લઇ મોરબી ખાણ ખનીજને સોંપવામાં આવ્યા હતા. બીજી તરફ એલસીબીના દરોડાથી ખનીજ ચોરોમાં દોડધામ મચી જવા પામી હતી.

મિયાણી ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં પાછલા ઘણા વર્ષોથી રેતી ચોરીનું દુષણ ચાલી રહ્યું છે ત્યારે આજે મોરબી એલસીબી પોલીસ દ્વારા નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા ત્રણ હિટાચી મશીન તેમજ બે હુણકા મશીન મળી રૂપિયા 90 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરી મોરબી ખાણ ખનીજને સોંપવામાં આવ્યો હતો.

- text

- text