મોરબીની દીકરીએ લગ્ન બાદ પણ અભ્યાસ ચાલુ રાખી TAT (S)ની પરીક્ષા પાસ કરી

- text


મોરબી : મોરબીના સામાન્ય એવા દેસાઈ પરિવારની દીકરી પૂજાએ રાજકોટમાં રહીને બીએસસી તથા એમએસસી પાસ કરી ત્યાંથી ઘરે આવી એલીટ સાયન્સ કોલેજમાં નોકરી કરતાની સાથે બી.એડ પાસ કર્યું હતું. લગ્ન બાદ બારૈયા પરિવારની વહુ બન્યા પછી ત્યાંથી પણ સાસરિયાનો સહયોગ મળતા તેમજ તેના પતિ હાર્દિકભાઈ બારૈયાએ મનોબળ વધારતા અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેમને TATની પરીક્ષા સારા માર્કસ સાથે પાસ કરી માધ્યમિક શિક્ષક માટેની TAT (S)ની પરીક્ષા પણ સારા માર્ક સાથે પાસ કરી સિદ્ધિ મેળવી છે. ઉપરાંત તા.6ના રોજ લેવાયેલી ધોરણ 11/12ના શિક્ષક થવાની TAT (HS)ની પણ પરીક્ષા તેમણે આપી છે.

- text

- text