મોરબીની દીકરીએ સાસરિયામાં રહી TAT Sની પરીક્ષા ડિસ્ટિકન્સન સાથે પાસ કરી

- text


પરિવારની જવાબદારીની સાથે પરીક્ષા પાસ કરી શ્રદ્ધાએ અન્યોને પણ પ્રેરણા પૂરી પાડી

મોરબી : મન હોય તો માળવે જવાય. આ ઉક્તિને ખરા અર્થમાં સાબિત કરી છે મોરબીની દીકરી શ્રદ્ધાએ. મોરબીના શિક્ષકની પુત્રીએ સાસરિયામાં રહીને પરિવારની જવાબદારીની સાથે સાથે પરીક્ષાની તૈયારી કરીને TAT Sની પરીક્ષા પાસ કરી છે.

મોરબીના શિક્ષક અરવિંદભાઈ કૈલાની પુત્રી શ્રદ્ધા હાલ રાજકોટ ખાતે સાસરે છે. જ્યાં તે પતિ, સાસુ-સસરા અને પરિવારની જવાબદારીની સાથે સાથે પ્રાથમિક શિક્ષક થવા માટેની TAT (ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ) સારા માર્ક્સ સાથે પાસ કરી લીધી હતી અને માતા-પિતા, તેમજ પતિ અને સાસુ-સસરાની પ્રેરણાથી સાસરીમાં રહીને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને માધ્યમિક શાળાના શિક્ષક થવા માટેની TAT Sની પરીક્ષા પણ ડિસ્ટિકન્સન માર્ક્સ સાથે પાસ કરી લીધી છે. અને હવે ગઈકાલે લેવાયેલી ધોરણ 11 અને 12ના શિક્ષક થવા માટેની TAT HSની પરીક્ષા પણ આપી છે. આમ શ્રદ્ધાએ સાબિત કરી બતાવ્યું છે કે જેને સફળતા મેળવવી છે તેને કોઈપણ પરિસ્થિતિ નડતી નથી. આમ શ્રદ્ધાએ આ પરીક્ષા પાસ કરીને બે-બે પરિવારનું નામ રોશન કર્યું છે અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- text

- text