10 ઓગસ્ટે મોરબી સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે અગ્નિકર્મ સારવાર કેમ્પ યોજાશે 

- text


મોરબી : નિયામક, આયુષ કચેરી ગાંધીનગરની સુચના તથા માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી દ્વારા તથા અપામાર્ગ આયુર્વેદ હોસ્પિટલના સહયોથી આગામી તારીખ 10 ઓગસ્ટ ને ગુરૂવારના રોજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે અગ્નિકર્મ સારવાર કેમ્પ યોજાશે.

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે 10 ઓગસ્ટ ને ગુરૂવારના રોજ સવારે 9 થી 12:30 સુધી યોજાનાર નિ:શુલ્ક અગ્નિકર્મ સારવાર કેમ્પમાં વા, સાંધાનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો, એડીનો દુ:ખાવો, ખભાનો દુ:ખાવો, સાયટીકાનો દુ:ખાવો, પગમાં થતી કપાસી, ચામડી પરના મસા, ચામડી પરના તલ, સુપ્તમાંસ, કિલોઇડ (માંસવૃદ્ધિ) તેમજ સર્વ રોગ નિદાન તથા સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગ, પથરી, કિડની, લીવરના રોગો, સ્ત્રીરોગ, બાળ રોગ, એલર્જી, ગેસ, એસીડીટી, કબજિયાત, ખીલ, ખરતા વાળ, વજન વધારવા ઘટાડવા વગેરે માટે આયુર્વેદ તેમજ હોમિયોપેથિક સારવાર આપવામાં આવશે. આ કેમ્પમાં ડો. અરુણાબેન નિમાવત અને ડો. અનિલ કાચરોલા સેવા આપશે. તો આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરાઈ છે.

- text

- text