મોરબીમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી, મહિલા અધિકારીઓ- પદાધિકારીઓનું સન્માન

- text


મોરબી : રાજ્યસરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ સપ્તાહ કાર્યક્રમ” અન્વયે “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી જિલ્લા પંચાયત કચેરી મોરબી તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબી દ્વારા કરવામાં આવી હતી.

જેમાં મહિલા નેતૃત્વ સંભાળતા પદાધિકારીઓ સરોજબેન ડાંગરોચા-મહિલા અને બાળ સમિતીના ચેરમેન, જિલ્લા પંચાયત, હંસાબેન પારેધી-સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જીલ્લા પંચાયત, અધિકારી ઈલાબેન ગોહિલ તથા ઇશીતાબેન મેર-નાયબ જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા નિલેશ્વરીબા ગોહિલ-પ્રોટેકશન અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમાજમાં અલગ-અલગ ક્ષેત્રે નેતૃત્વ પુરુ પડનાર મહિલાનું આ તકે સન્માન કરવામાં આવેલ હતું.

જેમા દિપાબેન કોટક- તાલુકા વિકાસ અધીકારી મોરબીને જિલ્લા વિકાસ અધિકારી દિગ્વીજયસિંહ ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ 24 કલાકમાં દબાણ દુર કરવાની કામગીરી કરેલ તે માટે સન્માન કરેલ હતું. ડો. હસ્તીબેન મહેતાનું આરોગ્ય ક્ષેત્રે પ્રદાન, જયાબેન જારીયાનું સખી મંડળ થકી મહિલાઓને પગભર થવા તથા આશાવર્કર હોવાથી બાળકો અને મહિલાના આરોગ્ય બાબતે સેવા આપી છે. તે બદલ સન્માન કરેલ હતું. હસીનાબેન લાડકા જે મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવાની સેવા કરે છે. એમનું સન્માન કરેલ હતું. મહિલા નેતૃત્વ કરતી મોરબી જીલ્લાનાં 13 ગ્રામ પંચાયતોમાં તમામ સભ્યો અને સરપંચ મહિલા છે. તેનું સન્માન કરવામાં આવેલ હતું. જે પૈકિ નવા નગળાવાસના સરપંચ ડાંગર કમુબેન તથા મોટાભેલાના સરપંચ કમળાબેન ગોહેલનું પણ સન્માન કરેલ છે. આ કાર્યક્રમનુ સંચાલન દર્શનાબેન જોષીએ કરેલ હતું.

- text

- text