સિરામિકના સેડ પાછળ ટાઇલ્સના બોક્સની આડસમાં ચાલતા જુગારધામ ઉપર LCB ત્રાટકી, 6 ઝડપાયા

- text


મોરબી : મોરબી પંથકમાં જુગારની મોસમ ખીલી હોય, મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ સનફીલ્ડ સિરામિકના સેડના પાછળના ભાગે ટાઇલ્સના બોક્સની આડસ બનાવી જુગરધામ ચલાવવામાં આવતું હતું. આ સ્થળે એલસીબીએ ત્રાટકીને ૬ ઇસમોને રોકડા રૂપીયા, મોબાઇલ સહીત કુલ રૂ.૧,૫૬,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીની ટીમને હકિકત મળેલ કે, ધર્મેશભાઇ જગજીવનભાઇ પટેલ રહે. શનાળા બાયપાસ રોડ, યદુનંદન સોસાયટી મોરબી વાળાએ મોરબી જુના પુટ રોડ મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ જુના સનફીલ્ડ સીરામીકમાં ભાડેથી સેડ રાખી સેડના પાછળના ભાગે ટાઇલ્સના બોકસની આડસ કરી તેમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવવામાં આવતું હતું. જે હકિકત આધારે રેઇડ કરતા ધર્મેશભાઇ જગજીવનભાઇ કૈલા ઉ.વ.૪૧ રહે. શનાળા બાયપાસ યદુનંદન સોસાયટી મોરબી, કમલેશભાઇ કરશનભાઇ વરસડા ઉં.વ. ૪૮ રહે. નરસંગ ટેકરીની બાજુમાં પ્રયાગ એપાર્ટમેન્ટ, ચેતનભાઇ મગનભાઇ કાસુન્દ્રા ઉ.વ. ૩૮ રહે. રવાપર રોડ, ગોકુલનગર કલ્પસર એપાર્ટમેન્ટ, અલ્પેશભાઇ હરીભાઇ વાણીયા ઉ.વ.૪૨૨હે. મોરબી આલાપ રોડ, ખોડીયારપાર્ક સોસાયટી, અશ્વિનભાઇ છગનભાઇ કાવર ઉ.વ. ૫૦ રહે, બાયપાસ રોડ, સતનામ એપાર્ટમેન્ટ ૬. રાજેશભાઇ પ્રાગજીભાઇ કાસુન્દ્રા ઉ.વ.૫૧ રહે. સ્વાપર રોડ, અનુપમ સોસાયટીને પકડી પાડવામાં આવ્યા હતા.

- text

આ સાથે એલસીબીએ રોકડા રૂ.૧,૨૧,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ મળી કુલ કી.રૂ. ૧,૫૬,૫૦૦/- નો મુદામાલ કબજે કરી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી બી ડીવીઝન પૉલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતાં.

- text