વિરપર નજીક બે ટ્રક અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત : ટ્રાફિક જામ

- text


રોડ કોન્ટ્રાકટર દ્વારા ગાબડા બુરવા એક બાજુ રસ્તો બંધ કરી દેવાતા અકસ્માત સર્જાયો

મોરબી : મોરબી – રાજકોટ હાઇવે ઉપર વિરપર નજીક આવેલ જય દ્વારકાધીશ હોટલ પાસે બે ટ્રક અને એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકથી ધમધમતા હાઇવે ઉપર બન્ને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો.

અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ – મોરબી હાઇવે ઉપર વિરપર નજીક આવેલી હોટલ જય દ્વારકાધીશ પાસે મોરબી તરફથી આવતા ટ્રક અને રાજકોટ તરફથી મોરબી જતા ડમ્પર અને ટ્રકની સાઈડ કાપી રહેલા બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા હાલમાં રોડ ઉપર બન્ને તરફ ટ્રાફિક જામ સર્જાયો છે.

વધુમાં હાલમાં નવાનકોર મોરબી રોડ ઉપર ભ્રષ્ટાચારના ગાબડાઓ પડી ગયા હોય રોડ કોન્ટ્રાકટર દ્વારા દરરોજ ગમે ત્યારે રોડ એક બાજુ બંધ કરી દઈ થુકના સાંધા જેવા વેટમિક્સ મટીરીયલ નાખી ગાબડા બુરવામાં આવે છે આજે વિરપર પાસે પણ કોન્ટ્રાક્ટરે થુકના સાંધા કરવા રોડ બંધ કરી દેતા બધા વાહનો રોડની એકતરફ ચાલતા હોય ટ્રકની ઓવરટેક કરવા જતાં બાઈક ચાલક સામે ડમ્પર આવી જતા આ ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે.

- text

- text