રાજકોટ સોનીબજારમાંથી અલકાયદાના ત્રણ આતંકવાદી ઝડપાયા 

- text


સોનીબજારમાં સોની કામ કરવાની આડમાં ગુજરાતમાં અલકાયદાનો ફેલાવો કરતા હતા

મોરબી : ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની રાજકોટની સોનીબજારમાંથી ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ત્રણેય આતંકી છેલ્લાં 6 મહિનાથી સોની બજારમાં કરવાના બહાને ગુજરાતમાં અલકાયદાનો ફેલાવો કરતા હતા અન્ય લોકોને અલકાયદાની વિચારધારા સાથે જોડતા હોવાનું મનાઈ રહ્યું છે.

ગુજરાત એટીએસની ટીમે એક મોટા ઓપરેશનમાં રાજકોટમાંથી આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા ત્રણ શકમંદોની ધરપકડ કરી છે. એટીએસ દ્વારા તેમની પાસેથી અલ કાયદાના પેમ્ફલેટ અને અન્ય સામગ્રી પણ કરવામાં આવી છે. એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આ શખ્સોના નામ અમાન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ હોવાનું અને તેઓ પશ્ચિમ બંગાળના હોવાનું તેમજ તેમની પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ ત્રણેય લાંબા સમયથી અલકાયદાના સંપર્કમાં હતા. તેઓ સંપૂર્ણપણે કટ્ટરપંથી બની ગયા હોવાનું ખુલ્યું છે. હાલમાં ત્રણેય આરોપીઓને મોડી રાત્રે એટીએસની ટીમ દ્વારા અટકાયત કરી અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

- text

ઉલ્લેખનીય છે કે અગાઉ એટીએસ દ્વારા પોરબંદરમાંથી અફઘાનિસ્તાન ભાગી રહેલા ચાર શકમંદોની ધરપકડ કરી હતી. આ પછી એટીએસે ઘણા વધુ શકમંદોની ધરપકડ કરી હતી. બાદમાં આ સમગ્ર મામલો એનઆઈએને સોંપવામાં આવ્યો હતો. રાજકોટમાં આ ત્રણ નવા શકમંદોની ધરપકડ કરી છે. વડાપ્રધાન મોદીની રાજકોટ મુલાકાત બાદ એટીએસની આ મોટી કાર્યવાહી થઈ છે. એટીએસના અધિકારીઓએ ત્રણેય પાસેથી અનેક વાંધાજનક સાહિત્ય કબ્જે કરવાની સાથે સર્વેલન્સમાંથી મળેલા ઇનપુટ ઉપરથી દબોચી લીધા હોવાનું મનાઈ રહ્યું છે.

- text