મોરબીની સરકારી કર્મચારી સોસાયટીમાં અન્નકૂટ દર્શન યોજાયા

- text


મોરબી : હાલ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે મોરબીમાં ઠેર ઠેર ભક્તિભાવથી ભગવાન પુરુષોત્તમનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સરકારી કર્મચારી સોસાયટીમાં અન્નકૂટ દર્શન યોજાયા હતા. સરકારી કર્મચારી સોસાયટીમાં પુરુષોત્તમ માસ નિમિત્તે સોસાયટીની તમામ મહિલાઓ દ્વારા આજ રોજ પૂનમ હોય અન્નકૂટ દર્શનનું આયોજન કર્યું હતું. જેમાં 112 જેટલી વિવિધ વાનગીઓ ભગવાનની ધરાવી સૌને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. આ તકે મહિલાઓએ રાસ-ગરબા રમીને ભગવાનની આરાધના કરી હતી.

- text

- text