તીથવા ગામે માટી ખનન ઉપર ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું, રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ સિઝ

- text


બે હિટાચી મશીન અને એક ડમ્પર ઘટના સ્થળેથી કબજે લેવાયું

વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે ચાલતા માટી ખનન ઉપર ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી બે હીટાચી મશીન અને એક ડમ્પર મળી કુલ રૂ. 1 કરોડથી વધુનો સિઝ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એમ.વાઢેરની સૂચના અન્વયે રોયલ્ટી ઇન્સ્પેક્ટર આર.કે.કણસાગરા, માઇન્સ સુપરવાઇઝર જી.કે.ચાંદારાણા અને એમ.આર. ગોજીયા દ્વારા વાંકાનેર તાલુકાના તીથવા ગામે રેડ કરી ત્યાં સરકારી ખરાબામાં ગેરકાયદેસર માટી ખનિજનું ખોદકામ કરતા બે હિટાચી મશીન અને એક ડમ્પરને પકડીને સિઝ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે.

જગાભાઈ બાંભવા રહે. કેરાળાની માલિકીનું એક હિટાચી મશીન તથા નરેશભાઈ ભુભરીયા રહે.મકનસરવાળાની માલિકીનું એક હિટાચી તથા એક ડમ્પર મળી અંદાજે રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ સિઝ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર ખોદકામની માપણી કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. તેમ ખાણ ખનીજ વિભાગ દ્વારા જણાવાયું છે.

- text

- text