માળિયાના ખીરઇ ગામે ઘરમાં ગેરકાયદેસર બંદૂક રાખનાર શખ્સની ધરપકડ

- text


માળિયા : માળીયા તાલુકાના ખીરઇ ગામેથી દેશી હાથ બનાવટની સીંગલ બેરલ બંદુક સાથે એલસીબીએ એક શખ્સને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમને ખાનગી હકીકત મળેલ કે માળિયા તાલુકાના ખીરઇ ગામે નવાપરામાં રહેતા ગુલામભાઇ મોવરભાઇ લઘાણી પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર દેશી હાથ બનાવટનું હથિયાર રાખે છે. તેવી સચોટ બાતમી મળેલ હોય જેને આધારે રેડ કરતા ગુલામભાઇ મોવરભાઇ લધાણી, રહે. ખીરઇ, નવાપરા તા. માળીયા મીયાણાવાળાને દેશી હાથ બનાવટની બારબોર બંદુક નંગ-૦૧ કિ.રૂ. ૫,૦૦૦/- સાથે પકડી પાડી હથિયાર ધારા તળે ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

આ કામગીરીમાં પીઆઇ ડી.એમ.ઢોલ પીએસઆઈ એન.એચ. ચુડાસમા,એ.ડી. જાડેજા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમના સ્ટાફના માણસો જોડાયેલ હતા.

- text