હળવદ યાર્ડની ચૂંટણીમાં તમામ ઉમેદવારો બિનહરીફ થતા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

- text


શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજાઇ : ધારાસભ્ય પ્રકાશભાઈ અને ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ હાજર રહ્યા

હળવદ : હળવદ માર્કેટ યાર્ડની તમામ બેઠકો ભાજપ સમર્થિત બિનહરીફ થતા આજે ધારાસભ્યના કાર્યાલયથી માર્કેટ યાર્ડ સુધી બિનહરિફ થયેલા ઉમેદવારોને સાથે રાખી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે જ માર્કેટ યાર્ડ ખાતે જાહેર સભા પણ યોજાઇ હતી.જેમાં મોરબી જિલ્લા ભાજપના અગ્રણીઓ તેમજ હળવદ ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં વેપારી અને ખેડૂતો હાજર રહ્યા હતા.

હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત પેનલની 10,વેપારી પેનલની 4 અને ખરીદ વેચાણ સંઘની 1 મળી કુલ 15 બેઠકો ભાજપ તરફી બિનહરીફ થઈ હતી.ત્યારે આજે હળવદ હરીદર્શન ચોકડી પાસે આવેલ ધારાસભ્ય વરમોરાના કાર્યાલયથી બિનહરીફ થયેલ ઉમેદવારોની હાજરીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી માર્કેટ યાર્ડ ખાતે પૂર્ણ થઈ હતી અને સભા યોજાઈ હતી.

- text

આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા,પુર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, ચેરમેન રણછોડભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ તેમજ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નવનિયુક્ત ભાજપના હોદ્દેદારો સહિત વેપારીઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા.

- text