હળવદના દિઘડીયા ગામે તળાવમાં ડૂબતા શ્વાનનો જીવ બચાવાયો

- text


વફાદાર પ્રાણી પ્રત્યે વફાદારી નિભાવતા યુવાનો સહિતના ગ્રામજનો

હળવદ : હળવદના દિઘડિયા ગામે તળાવમાં એક શ્વાન ડૂબતા હોવાનું જોઈ જતા તરત જ જીવની પરવા કર્યા વગર ગામના યુવાને તળાવમાં ઝંપલાવ્યું હતું. જોતજોતામાં ગામના બીજા યુવાનોએ પણ મહેનત કરીને આ તળાવમાં ડૂબતા શ્વાનને બચાવી લીધું હતું. આ રીતે વફાદાર પ્રાણીને બચાવી તેના પ્રત્યે વફાદારી યુવાનો સહિતના ગ્રામજનોએ નિભાવી હતી.

હળવદ તાલુકાના શક્તિધામ દિઘડીયામાં આવેલ શક્તિ માતાજીના મંદિરની બાજુનક તળાવમાં આજે એક શ્વાન ડુબી રહ્યું હતુ. આ શ્વાનને ડૂબતા જોઈ ગામના યુવાન યુવરાજસિંહએ ગામના તરવૈયાને બોલાવ્યા હતા. જેમાં અઘારા ધુડાભાઈ રામાભાઈ તેમની જીવની પરવા કર્યા વગર ટ્યુબ પર બેસીને તળાવમાં અધવચ્ચે જઈને શ્વાનને તળાવની બહાર કાઢી લીધું હતું. જેમાં ગામના લોકો અઘારા ધુડાભાઈ રામાભાઈ, યુવરાજસિંહ, બાબુભાઈ કેશાભાઈ, શંકરભાઈ ભગત, શંકરભાઈ, ભરતસિંહ, પ્રેમજીભાઈ સહિતના ગામના લોકો ભેગા થઇને શ્વાનને તળાવમાંથી બહાર કાઢવા માટે મહેનત કરી હતી.

- text

- text