મોરબી આયુષ હોસ્પિટલ દ્વારા ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીના રામધન આશ્રમના સહયોગથી આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા તા. 23 જુલાઈને રવિવારે સવારે 10 થી 1 કલાકે રામધન આશ્રમ, સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે, મોરબી-2 ખાતે ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જોઈન્ટ રીપ્લેસમેન્ટ, પ્લાસ્ટિક સર્જરી, ઓર્થોપેડીક સર્જરી, ગાયનેકોલોજીસ્ટ, ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપીક સર્જરી, પીડીયાટ્રીક વિભાગ જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે. તેમજ એક્સ-રે, ઈસીજી, આરબીએસ ફ્રીમાં કરી આપવામાં આવશે. આ કેમ્પમાં મા-કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ઓપરેશનની ની:શુલ્ક સારવાર આપવામાં આવશે. આ કેમ્પ અંગેની વધુ માહિતી માટે આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ-75750 88884, 75750 88885 પર સંપર્ક કરવાનો રહેશે.

- text

- text