બાળકોનું શિક્ષણ બગડે નહીં, તે માટે શિક્ષકોને BLOની ફરજ ન સોંપો : કલેકટરને આવેદન

- text


ચુંટણી પંચની સમિતિએ પણ આંગણવાડી કાર્યકરો, તલાટી, મધ્યાહન ભોજન સંચાલકો સહિતનાને ફરજ સોંપી શકાય તેવી ભલામણ કરી છે : જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ

મોરબી : એક માત્ર શિક્ષકોને જ સોપાતી બીએલઓની કામગીરીને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટરને આવેદન અપાયું હતું. જેમાં આંગણવાડીના કાર્યકરો, તલાટી, મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, વિગેરેને પણ કામગીરી સોંપી શકાય તેવી સમિતિની ભલામણનું પાલન કરવાની માંગ કરાઈ હતી.

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા અને મહામંત્રી દિનેશભાઇ હૂંબલના જણાવ્યા મુજબ મુખ્ય નિર્વાચન અધિકારીઓની સમિતિ દ્વારા સુચવ્યા મુજબ બી.એલ.ઓ. તરીકેની કામગીરીમાં શિક્ષકોને અનિવાર્ય ન હોય તેટલે અંશે નહિ સોંપવા રજુઆત કરવામાં આવેલ. શિક્ષકો દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીને પરિણામે બાળકોના શિક્ષણને થતી ગંભીર અસરોથી પરત્વે જિલ્લા કલેકટરનું ધ્યાન દોરવામાં આવેલ છે.

ભારતના ચુંટણી પંચ દ્વારા નિમાયેલ નિયત સમિતિના સુચવ્યા મુજબ બી.એલ.ઓ. તરીકેની કામગીરી આંગણવાડીના કાર્યકરો, તલાટી, મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, વિગેરેને સોંપી શકાય છે. જેથી શિક્ષક સંઘ દ્વારા ચુંટણી પંચની કામગીરી શાળાના બાળકોના ભવિષ્યના હિત ખાતર શિક્ષકો સિવાયના સરકારી/ અર્ધ સરકારી કર્મચારીઓને સોંપવા માટે કલેકટરને લિખિત રજૂઆત કરવામાં આવેલ છે.

કલેકટર દ્વારા પણ શિક્ષણકાર્ની મહત્તા સમજીને હકારાત્મક અભિગમ દાખવીને જરૂરી પગલાં લેવાં આશ્વાસન આપવામાં આવેલ છે. સત્વરે બી.એલ.ઓ. તરીકેની કામગીરીમાંથી શિક્ષકોને હળવાસ મળે તેવી આશા છે

- text

- text