સિરામિક ઉદ્યોગમાં LPGના વપરાશ અંગે સલામતીના પગલાં અંગે સેમિનાર યોજાયો

- text


ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા આયોજન કરાયું

મોરબી : ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા આજરોજ મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા એલપીજી અંગે સલામતીના પગલાંઓને લઈ સેમિનાર યોજવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કારખાનેદારો સાથે ઔધોગિક સલામતી વિષયક સેમિનાર રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી & હેલ્થ એચ.એસ.પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવેલ હટીમ ઉપરાંત, મોટાભાગના સિરામિક ઉદ્યોગોમાં LPG ગેસનો વપરાશ થતો હોઈ, તેના હેન્ડલિંગ તથા સ્ટોરેજમાં સલામતીના શું પગલાં લેવા જરૂરી છે તે અંગેની સમજ કારખાના ધારા-૧૯૪૮ અંતર્ગત આપવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ઉદ્યોગકારો હાજર રહેલ તેમજ મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના વિવિધ પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, હરેશભાઇ બોપલીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ મોરબીની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર યુ.જે.રાવલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, આર.જી.ચૌધરી તથા અન્ય અધિકારીઓમાં પી.એમ.કલસરિયા વગેરે હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવેલ હતો.

- text

- text