હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા

- text


વેપારી પેનલના ચારેય ઉમેદવારો ભાજપ તરફી બિન હરીફ થયા : કાલે ચિત્ર સ્પષ્ટ થશે

હળવદ : હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીના ફોર્મ ભરાઈ ગયા બાદ આજે ગુરુવારે મોડી સાંજે જિલ્લા ભાજપ દ્વારા ભાજપ સમર્થક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.જોકે વેપારી પેનલના ચારેય ઉમેદવારો તેમજ ખરીદ વેચાણ સંઘના એક ઉમેદવાર ભાજપ તરફી બિનહરીફ થયા છે.

હળવદ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પર ગત તારીખ 17ના રોજ ભાજપ તરફથી 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.જોકે આજે ગુરુવારે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ ભાજપ સમર્થક 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.જેમાં રણછોડભાઈ લાલજીભાઈ પટેલ- રાણેકપર,નરભેરામભાઈ ભુરાભાઈ ગામી-શિવપુર,ઘનશ્યામભાઈ મોહનભાઈ ગોહિલ-માનસર, જયેશભાઈ કાનજીભાઈ પારેજિયા- હળવદ,મનોજભાઈ છગનભાઈ એરવાડીયા હાલ મોરબી મુળ ટીકર, ભીખાભાઈ જીવરાજભાઈ પટેલ- જુનાદેવળીયા, રજનીભાઈ શંકરભાઈ સંઘાણી-નવા ઘનશ્યામગઢ, યશવંતસિંહ (સુખભા)ગુલાબસિંહ ઝાલા-માથક, રમેશભાઈ (ભગત) શંકરભાઈ કણઝરીયા-હળવદ, અંબારામભાઈ ગોવિંદભાઈ સોનગરા- હળવદને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.જૂની બોડીના છ ડિરેક્ટરો કપાયા

- text

હળવદ માર્કેટ યાર્ડની ગય ચૂંટણીમાં ખેડૂત વિભાગની આઠ બેઠકો હતી જો કે આ ચુંટણીમાં વધીને 10 થઈ છે. જેમાં જૂની બોડીના છ ડિરેક્ટર કપાયા છે જ્યારે રણછોડભાઈ પટેલ અને ભીખાભાઈ પટેલને રીપીટ કરાયા છે.10 બેઠકો પર ભાજપ તરફથી 14 ફોર્મ ભરાયા હતા,એક રદ થતા 13 રહ્યાખેડૂતની 10 બેઠકો પર ભાજપ તરફથી 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.જોકે સૂર્યનગરના પરમાર પ્રહલાદભાઈનું ફોર્મ રદ થયું હતું.જેથી 13 રહ્યા હતા.જો કે આજે જિલ્લા ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે તેમાં.પટેલ સુરેશભાઈ જાદવજીભાઈ-ટીકર,ભોરણીયા અમરશીભાઈ હરજીભાઈ પૂર્વ ચેરમેન હળવદ માર્કેટ યાર્ડ અને પરમાર દિનેશભાઈ ધરમશીભાઈ નવા ઈશનપુરનુ નામ ભાજપની યાદીમાં સમાવેશ થયેલ ન હોય જેથી તેઓ આવતીકાલે શુક્રવારે ફોર્મ પરત ખેંચશે તેવું જાણવા મળ્યું છે.યાર્ડની ચૂંટણીમાં બિનહરીફ થયેલ પાંચેય ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ

હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલના ઠક્કર વ્રજલાલભાઈ લાલજીભાઈ,ગોપાણી રજનીકુમાર રતિલાલભાઈ,પરમાર કિશોરભાઈ રામજીભાઈ,ભોરણીયા નયનકુમાર પ્રભુભાઈ તેમજ માર્કેટ યાર્ડના ખરીદ વેચાણ સંઘના કાવર રમેશભાઈ પરસોતમભાઈ ભાજપ તરફી બિનહરીફ જાહેર થતાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

- text