જ્ઞાન સહાયકની ભરતીનો વિરોધ કરતા ટેટ ટાટ પાસ ઉમેદવારો

- text


મોરબી કલેક્ટરને આવેદન આપી 26,500 જ્ઞાન સહાયક-કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગ 

મોરબી : જ્ઞાન સહાયકની ભરતીનો ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ કરી કલેક્ટરને આવેદન આપી ટેટ ટાટ પાસ 26,500 જ્ઞાન સહાયક-કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગ ઉઠાવી છે.

આવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષણની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે ત્યારે ગુજરાતનું દરેક બાળક ગુણવતા યુક્ત વિશ્વસ્તરીય શિક્ષણ મેળવે તે હેતુથી અને વિદ્યાર્થીઓના ભવિષ્યના પૂર્ણ ઘડતર માટે કાયમી શિક્ષકની ભરતી ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા 26,500 જ્ઞાન સહાયક ની ભરતી કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે,જેમાં 11 માસના કરાર આધારિત શિક્ષકોને નિમણૂક આપવામાં આવશે. જે ગુજરાતના બાળકો અને રાજ્યના ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના બિલકુલ હિતમાં નથી. જો જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જશે.

- text

વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના બાળકોના શિક્ષણના વિશાળ હિત અને હજારો ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના ઘરમાં કાયમી શિક્ષકની ભરતી રૂપી રોજગારીનો દીવો પ્રજવલિત કરવા માટે 26,500 જ્ઞાન સહાયક, કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એ માટે સમગ્ર ગુજરાતના ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોએ માંગ ઉઠાવી છે.

- text