મોરબીમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીમાં ફરાર બુટલેગર ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવાના ગુન્હામાં ફરાર રહેલા બુટલેગરને એલસીબીએ ઝડપી લીધો હતો. જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે મોરબી તાલુકા વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપી સુરેશ ઉર્ફે અશોક જશુજી વાઘેલા રહે હાલ આદિપુર કચ્છ મૂળ પાટણવાળાને મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલ પાસેથી ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપી દીધો હતો.

- text

- text