ભડિયાદ કાંટા પાસે ગેસની લાઈનમાં ભગાંણ થતા અફડાતફડી

- text


ખારકૂવો ખોદતી વખતે ગેસની લાઇન તૂટતા ગેસના ફુવારા ઉડ્યા, ગુજરાત ગેસ કંપનીના સ્ટાફે તાબડતોબ ઘટનાસ્થળે દોડી જઇ યુદ્ધના ધોરણે ગેસની લાઈનનું રીપેરીંગ કામ હાથ ધર્યું

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા ભડિયાદ કાંટા પાસે ઇન્ડસ્ટ્રીયલ ગેસની લાઈનમાં ભગાંણ થતા અફડાતફડી મચી ગઇ હતી. જેમાં ખારકૂવો ખોદતી વખતે ગેસની લાઇન તૂટતા ગેસના ફુવારા ઉડ્યા હતા. આથી ગુજરાત ગેસ કંપનીના સ્ટાફે તાબડતોબ ઘટનાસ્થળે દોડી જઇ યુદ્ધના ધોરણે ગેસની લાઈનનું રીપેરીંગ કામ હાથ ધર્યું છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલા ભડિયાદ કાંટા પાસે આજે સવારે ખારકૂવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું. ખોદકામ દરમિયાન ભડિયાદ કાંટા પાસે ઇન્ડસ્ટ્રીયલ ગેસની લાઈનમાં ભગાંણ થયું હતું. આથી ગેસની લાઇન તૂટતા 15થી 20 મિનિટ સુધી ગેસના ઉંચા ફુવારા ઉડ્યા હતા. ગેસ લીકેજ થવાથી આ વિસ્તારમાં થોડીવાર માટે ભારે અફડાતફડી મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિક ગુજરાત ગેસ કંપનીના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને થોડીવારમાં જ ગેસની મેઈન લાઇન બંધ કરીને રીપેરીંગ કામ હાથ ધર્યું હતું. ગુજરાત ગેસ કંપનીના સ્ટાફે જણાવ્યું હતું કે,આ ગેસની લાઇન તૂટવાથી આ ગેસની લાઇન મેઈન હોય અને ગ્રુપ લાઇન અલગ હોય ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ગેસ બંધ નહિ થાય પણ અમુક આસપાસના રહેણાંક વિસ્તાર જેવા કે માળીયા વનાળિયામાં થોડા સમય માટે ગેસ પુરવઠામાં મુશ્કેલી પડશે અને એકાદ કલાકમાં આ રીપેરીંગ કામ કરી ગેસ પૂર્વવર્ત ચાલુ થઈ જશે.

- text