મોરબી ડેરી દ્વારા પશુપાલકોને રૂપિયા 18.71 કરોડનો ભાવ ફેર ચૂકવવામા આવશે

- text


જીલ્લામાં 309 દૂધ મંડળી કાર્યરત:વર્ષ 2022-23માં દુધ સંઘનું ટર્નઓવર 284 કરોડએ પહોચ્યુ

હળવદ : મોરબી મહિલા દૂધ સંઘ દ્વારા પશુપાલકોને ભાવ ફેર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોરબી મહિલા દૂધ સંઘ દ્વારા પશુપાલકોને રૂપિયા 18.71 કરોડનો ભાવ ફેર ચૂકવવામા આવશે. જો કે જીલ્લામાં 309 દૂધ મંડળી કાર્યરત છે અને વર્ષ 2022-23માં દુધ સંઘનું ટર્નઓવર 284 કરોડએ પહોચ્યુ છે.

મોરબી મહિલા દૂધ સંઘ સંચાલિત મયુર ડેરી દ્વારા પશુપાલકોને ફરી દૂધના ભાવમા ભાવ ફેર આપવામાં આવ્યો છે અને હવે મોરબી મહિલા દૂધ સંઘ દ્વારા પશુપાલકોને રૂપિયા 18.71 કરોડનો ભાવ ફેર ચુકવવામાં આવશે. વર્ષ 2021-22ના રિપોર્ટ મુજબ મયુર ડેરી સાથે કુલ 303 અને 2022-23માં 309 દૂધ મંડળીઓ સંકળાયેલી છે અને મોરબી મહિલા દૂધ સંઘ સંચાલિત મયુર ડેરીનું ટર્ન ઓવર રૂ.284.06 કરોડએ પહોંચ્યું છે. મયુર ડેરીમાં હાલનું દૈનિક દૂધ ઉત્પાદન 130000 લીટર છે. વર્ષ 2022-23માં ચૂકવવાનો ખરીદ ભાવનો તફાવત રૂ.59 પ્રતિ કેજી ફેટ છે. ચૂકવવાના કુલ રૂ.18,71,27, 271 છે અને 23 હજાર અંદાજીત દૂધ ઉત્પાદકો છે.

- text

- text