દાન આપવા માટે ઉદારતા જોઈએ, હિરાભાઈએ વધુ એક લાખનું દાન આપ્યું

- text


હળવદના નવજીવન વિકલાંગ સેવાશ્રયમા બાળકોના નિભાવ ખર્ચ માટે લાખ રૂપિયા અર્પણ કર્યા

હળવદ : કોઈપણ સેવા કાર્ય માટે દાન આપવા માટે અમીર હોવું જરૂરી નથી. દિલમાં ઉદારતા હોય તો પોતે ભૂખ્યા રહીને બીજા ભૂખ્યાજનોની ભૂખ મટાડે એવા દાનવીર આજના હળાહળ કલિયુગમાં પણ જોવા મળે છે અને ઓછી આવક હોય તો પણ બીજાને મદદ કરી શકાય છે. આ ભાવનાને થાનના એક ભામાંશાએ સિદ્ધ કરી બતાવી હળવદની સંસ્થામાં વધુ એક લાખનું દાન આપી દરેકને પોતાની સ્થિતિ મુજબ બીજાને મદદરૂપ થવાનો મેસેજ આપ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામના અને થાન પંથકના ભામાશા તરીકે જાણીતા હીરાભાઈ મીર દ્વારા હળવદ જીઆઇડીસી નજીક આવેલ નવજીવન વિકલાંગ સેવાશ્રયમાં રહેલા દિવ્યાંગ બાળકોના નિભાવ ખર્ચ માટે રૂપિયા એક લાખનું દાન આપવામાં આવ્યું હતું. અમદાવાદ કચ્છ હાઇવે પર આવેલ હળવદ જીઆઇડીસી નજીક નવજીવન વિકલાંગ સેવાશ્રયમાં 20થી વધુ દિવ્યાંગ બાળકોને સાચવવામાં આવે છે. અહીં થાન ગામના હીરાભાઈ નાથાભાઈ મીર દ્વારા સંસ્થાને રૂપિયા એક લાખનું દાન આપ્યું હતું.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે હીરાભાઈ ભરવાડ દ્વારા અનેક સામાજિક અને સખાવતી સંસ્થાઓમાં જ્યારે જરૂર પડે ત્યારે દાન આપતા હોય છે જેના કારણે જ હીરાભાઈ થાન પંથકના ભામાશા તરીકે પણ ઓળખાઈ રહ્યા છે. હીરાભાઈ દ્વારા રૂપિયા એક લાખ રૂપિયાનું દાન આપવા બદલ નવજીવન વિકલાંગ સેવા દ્વારા તેઓ આભાર વ્યક્ત કરી સંસ્થાને હંમેશા મદદરૂપ થવા અપીલ કરી હતી.

- text