અંતે તંત્ર જાગ્યું ખરું ! મોરબીને સ્વચ્છ રાખવા નવ તલાટી, બે ડેપ્યુટી કલેકટર અને 2 મામલતદારને ફરજ 

- text


મોરબી નગરપાલિકના ચીફ ઓફિસર દ્વારા શહેરીજનોને સ્વચ્છતા જાળવવા અપીલ : પાલિકાને બદનામ કરતા તત્વોને તંત્ર ભરી પીશે 

મોરબી : મોરબી શહેરમાં તંત્ર દ્વારા વોટ્સએપ ઉપર ફોટો મોકલો અને શહેરને સ્વચ્છ બનાવો ઝુંબેશના બાળમરણ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને કોઈપણ શરતે મોરબીને સ્વચ્છ બનાવવા માટે મોરબી પાલિકાના વહીવટદાર દ્વારા નવ તલાટી, બે ડેપ્યુટી કલેકટર અને 2 મામલતદારને ફરજ સોંપવામાં આવી છે.

મોરબી નગરને સ્વચ્છ બનવવા માટે મોરબી ચીફ ઓફિસર દ્વારા સત્તાવાર જાહેરાત બાદ મૌન સેવી લીધા બાદ આજે ખુદ પાલિકાના વહીવટદાર પ્રજા સમક્ષ આવ્યા હતા અને જણાવ્યું હતું કે, મોરબીમાં દરરોજ રાત્રી સફાઈ થાય છે પરંતુ લોકોની નિષ્કાળજીને કારણે સફાઈ કામગીરી ઉપર પાણી ફરી વળે છે.રાત્રે સફાઈ થયા બાદ સવાર પડતા જ વેપારીઓ અને પ્રજાજનો પ્લાસ્ટિકની રંગોળી કરી નાખતા હોવાનું તેમને કટાક્ષ પૂર્વક જણાવી લોકોને સ્વયંશિસ્ત જાળવી કચરાનો નિકાલ કરવા જણાવ્યું હતું.

વધુમાં વહીવટદાર મોરબી પાલિકા એન.કે.મુછાર દ્વારા જણાવાયું હતું કે મોરબી પાલિકા પાસે જુના પુરાણ સાધનો છે જેના થકી હાલમાં સફાઈ કામગીરી કરવામાં આવે છે ક્યારેક સાધનોના અભાવે કદાચ એક દિવસ કચરા ગાડી ના આવે તો લોકોને કચરો અન્યત્ર ન ઠાલવતા એક દિવસનો ઇન્તઝાર કરવા ભાર પૂર્વક જણાવ્યું હતું.

- text

વધુમાં મોરબીને સ્વચ્છ બનાવવા મોરબી પાલિકાના વહીવટદાર દ્વારા બે ડેપ્યુટી કલેકટર અને 2 મામલતદારને ફરજ સોંપવામાં આવી હોવાનું જણાવી મોરબીને સ્વચ્છ રાખવામાં શહેરીજનો પૂરતો સહયોગ આપે તેવી ભારપૂર્વક આગ્રહભરી વિનંતી કરી ભૂગર્ભ ગટર અને ક્ચરા પ્રશ્નોનો સુખદ ઉકેલ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

- text