માળિયા તાલુકા યુવા ભાજપ દ્વારા બલિદાન દિવસ નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પ

- text


મોરબી : ડો. શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત માળીયા તાલુકા યુવા ભાજપ દ્વારા સંસ્કાર બ્લડ બેંક ખાતે બ્લડ ડોનશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં મોટી સંખ્યામાં આગેવાનોએ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.

માળીયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેષભાઇ દસાડીયા દ્વારા આયોજિત આ કેમ્પમાં તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠોડ, મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી બાબુભાઈ હુંબલ, માળીયા તાલુકા પંચાયત સદસ્ય અશોકભાઈ બાવરવા, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ધોડાસરા, નરેન્દ્ર મોદી વિચાર મંચ મોરબી જિલ્લા મંત્રી દ્વારકેશ ભાઈ કુંભરવાડીયા, માળીયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ યુવરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાકેશભાઈ કાવર, માળીયા તાલુકા યુવા મોરચા પ્રભારી પરીમલભાઈ ઠક્કર, મોરબી વિધાનસભા આઇટીસેલ ઇન્ચાર્જ દિવ્યેશ સંઘાણી, માળીયા તાલુકા આઇટી સેલ ઇન્ચાર્જ વિજયભાઈ ગજીયા, માળીયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ જગદીશ અદ્રોજા, માળીયા તાલુકા બક્ષીપંચ પ્રમુખ ભરતભાઇ ખાંભરા, માળીયા તાલુકા બક્ષીપંચ મહામંત્રી ધનેશ્વર વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text