મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને બે ક્લાર્કનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને પુરવઠા અધિકારી ડી. સી.પરમાર તેંમજ નગરપાલિકાના બે ક્લાર્ક પવડીના અમરસંગ ઝાલા અને લાઈબ્રેરીના શિલાબેન જેસવાણી વયમર્યાદાને કારણે નિવૃત થયા હતા. ત્યારે નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને બે ક્લાર્કનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં ત્રણેયને માનભેર વિદાય આપવામાં આવી હતી.

નિવૃત્તિ વિદાય સમારોહમાં મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા વિકાસ અધિકારી જાડેજા, અધિક કલેક્ટર અને વહીવટદાર એન.કે. મુછાર, ડીઆરડીએ નિયામક ગઢવી, ડેપ્યુટી કલેક્ટર અને નિવૃત્ત થતા ચીફ ઓફિસર પરમાર પ્રાંત અધિકારી ઝાલા, ટ્રેઝરી અધિકારી પાઘડાળ લોકલ ફંડ અધિકારી જાડેજા, ચીફ ઓફિસર સરૈયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રીઓ રિશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા વિગેરે વિશેષ ગણમાન્ય અતિથિઓ તથા 100થી વધુ સહકર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text