મોરબીમાં લાયન્સ કલબ દ્વારા રવિશંકર મહારાજના નિર્વાણ દિને બે કાર્યક્રમ યોજાયા

- text


ગૌ શાળા પ્રા. શાળાના બાળકોને નાસ્તો કરાવાયો તેમજ બાળકો માટે સ્પર્ધાઓ યોજાઈ 

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા રવિશંકર મહારાજના નિર્વાણ દિને બે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગૌશાળા પ્રા.શાળાના વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ધો. ૬,૭ તથા ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

સ્પર્ધામાં નિર્ણાયક શૈલેષભાઈ કાલરીયા અને નાનજીભાઈ મોરડીયા દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરવામાં આવ્યા હતા. સાથે નંબર મેળવનાર બાળકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બાકીના તમામ વિદ્યાર્થીઓને પણ વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ સેવાકીય કાર્યમાં લા. પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા. ટીસી ફુલતરિયા, ખજાનચી લા. મણિલાલ જે. કાવર અને પૂર્વ પ્રેસિડેન્ટ લા. ભીખાભાઈ લોરિયા, લા. અમરસીભાઈ અમૃતિયા, લા.એએસ સુરાણ, લા. નાનજીભાઈ, લા. પ્રાણજીવનભાઈ, લા.મહાદેવભાઈ, ગૌશાળા પ્રા શાળાના આચાર્ય જલપેશભાઈ વાઘેલા, સીઆરસી કોર્ડીનેટર શૈલેષભાઈ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text