કાલે 17 તારીખે પ્રાથમિકની સાથે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પણ રજા જાહેર

- text


હવે મોરબી જિલ્લાની તમામ શાળા કોલેજો સોમવારે જ ખુલશે

મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાના પગલે ગત તારીખ 13થી શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. જે રજા કાલે 17 તારીખ સુધી લંબાવવામાં આવી છે. હવે મોરબી જિલ્લામાં પ્રાથમિક ની સાથે કાલે તમામ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં રજા રહશે.

- text

વાવાઝોડાને પગલે ગઈકાલે તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળાઓ 17 તારીખ સુધી અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આજ સુધી રજા જાહેર કરી હતી. પરંતુ ભારે પવન અને વરસાદના પગલે આ રજા તમામ શાળાઓ માટે 17 તારીખ સુધી લંબાવવામાં આવી છે. એટલે કે હવે મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કાલે 17 તારીખે પણ રજા જાહેર કરાઇ છે. આ સાથે મોરબી જિલ્લાની તમામ કોલેજોમાં પણ 17 તારીખ સુધી રજા રાખવામાં આવી છે. આમ હવે મોરબી જિલ્લામાં તમામ શાળા અને કોલેજો સોમવારે જ ખુલશે.

- text