મોરબી જિલ્લામાં આપના યુવા જનરલ સેક્રેટરી તરીકે પંકજભાઈ આદ્રોજાની વરણી

- text


 

મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં યુવા ટીમની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં યુવા જનરલ સેક્રેટરી તરીકે પંકજભાઈ આદ્રોજા તથા યુવા પ્રમુખ તરીકે દિવ્યેશભાઈ મગુનીયાની વરણી કરવામાં આવી છે.

જ્યારે મોરબી જિલ્લા યુવા ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ સદાતીયા, જૈનીથભાઈ ચડાસણીયા, શૈલેષ પડસુબીયાની નીમણૂક કરવામાં આવી છે. વધુમાં યુવા જનરલ સેક્રેટરી પંકજભાઈ આદ્રોજા અને પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયાએ આ તમામ હોદ્દેદારોને અભીનંદન પાઠવ્યા છે. સાથે આમ આદમી પાર્ટી પ્રદેશ ટીમનો આભાર વ્યક્ત કરી અને મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ મજબૂત કરવા યુવા ટીમને કામે લાગી જવા જણાવ્યું છે.

- text

- text