પ્રાથમિક શાળામાં વધુ બે દિવસની રજા અને માધ્યમિકમાં વધુ એક દિવસની રજા જાહેર

- text


મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓ 16 અને 17 બે દિવસ બંધ રહેશે જ્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક 16 તારીખ સુધી બંધ રહેશે

મોરબી : મોરબી જિલ્લામાં આજે તારીખ 15ની રાત્રિના વાવાઝોડાની અસર વધુ જોવા મળે તેમ છે. તેમજ 16 તારીખે પણ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા મોરબી જિલ્લાની પ્રાથમિક શાળામાં વધુ બે દિવસની રજા અને માધ્યમિકમાં વધુ એક દિવસની રજા જાહેર કરી છે.

તંત્રએ અગાઉ 13, 14 અને 15 તારીખ સુધી તમામ શાળાઓમાં રજા જાહેર કર્યા બાદ આજે વાવાઝોડાની અસર અને સ્થિતિને ધ્યાને લઈને સાવચેતીના ભાગરૂપે શાળાઓની રજાઓ લંબાવવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓ તારીખ 16 અને 17 બે દિવસ બંધ રહેશે જ્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક 16 તારીખ સુધી બંધ રહેશે. આમ પ્રાથમિક શાળામાં વધુ બે દિવસની રજા અને માધ્યમિકમાં વધુ એક દિવસની રજા રહશે.

- text

- text