2થી4 દરમિયાન મોરબીમાં 6 મિમી વરસાદ નોંધાયો

- text


હળવદ, વાંકાનેર, માળીયા, ટંકારામાં વરસાદી ઝાપટા સાથે ભારે પવન યથાવત

મોરબી : મોરબીમાં આજે બપોરથી વાવઝોડાની અસર થઈ હોય એમ ધૂપછાવભર્યા વાતાવરણમાં સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને મોરબીમાં બપોરે 2થી 4ની વચ્ચે ભારે વરસાદી ઝાપટું વરસી ગયું હતું. અને 6 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકામાં વરસાદી ઝાપટા પડયા હતા.

- text

મોરબીમાં વાવઝોડાની અસરતળે બપોરે 12 વાગ્યે સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આજે બપોરે 2થી 4ની વચ્ચે પણ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી ગયો હતો. પણ જિલ્લા કંટ્રોલ રૂમે બપોરે 2થી4ન દરમિયાન મોરબીમાં માત્ર છ મિમી વરસાદ જ નોંધાયો હતો. એ સિવાય ચારેય તાલુકા હળવદ, વાંકાનેર, માળીયા, ટંકારામાં વરસાદી ઝાપટા વચ્ચે નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી પણ વરસાદી માહોલ વચ્ચે પવન યથાવત રહ્યો છે.

- text