મોરબી જિલ્લામાં તોફાની પવનથી 93 વીજ પોલ પડી ગયા, 27 ગામોમાં અંધારપટ

- text


174 ફીડરોમાં ફોલ્ટમા જતા તાબડતોબ રિપેરિંગ કરવાનું ચાલુ

મોરબી : મોરબી જિલ્લામાં વાવઝોડાની અસરતળે તોફાની પવન ફૂંકાતા અનેક વીજ પોલનો સોથ વાળી દીધો છે. ભારે પવનથી અત્યાર સુધીમાં જિલ્લામાં 93 વીજ પોલ પડી ગયા છે અને 27 ગામોમાં વીજળી ગુલ છે. જ્યારે 174 ફીડરોમાં ફોલ્ટ હોય તેને રિપેરિંગ કરવાનું ચાલુ છે.

- text

મોરબી પીજીવીસીએલના હાલના છેલ્લા રિપોર્ટ મુજબ મોરબી જિલ્લામાં વાવઝોડાને કારણે ભારે પવન ફૂંકાતા પીજીવીસીએલને અત્યાર સુધીમાં ભારે નુકશાન થયું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ભારે પવનથી 93 વીજ પોલ અને છ ટીસી જમીનદોસ્ત થઈ ગયા છે.હજુ ભારે પવન અને વરસાદ પડતો હોવાથી 27 ગામડાઓમાં વીજ પુરવઠો ઠપ્પ છે. જેમાં સૌથી વધુ વાંકાનેરના 18 ગામ, માળીયાના 4 ગામ, મોરબીના 3 અને ટંકારાના 2 ગામનો સમાવેશ થાય છે.જ્યારે 174 ફીડરોમાં ફોલ્ટ હોય તેને રીપેરીંગ કરવાની કામગીરી ચાલુ છે. જ્યારે સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તાર પીપળીયા ચાર રસ્તાનું સબ ડિવિઝન બંધ કરી દેવામાં આવ્યું છે. પવન નોર્મલ ન થાય ત્યાં સુધી આ બંધ રાખવામાં આવશે.

- text