મોરબીના વીસીપરા વિસ્તારમાં પાણી પ્રશ્ને મહિલાઓનો મોરચો

- text


8-9 દિવસથી પાણી આવતું ન હોવાની નગરપાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબીના વીસીપરા અંદરના વિસ્તારમાં પાણી પ્રશ્ને મહિલાઓએ આજે નગરપાલિકા કચેરી ખાતે મોરચો માંડયો હતો. આ મહિલાઓએ 8-9 દિવસથી તેમના વિસ્તારમાં પાણી આવતું ન હોવાથી પાણી માટે ભારે વલખા મારવા પડતા હોવાની નગરપાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરી હતી.

મોરબીના વીસીપરા વિસ્તાર અંદર આવેલા વિજયનગર અને લાયન્સનગર વિસ્તારમાં પાણી પ્રશ્ને મહિલાઓ આજે રજુઆત કરવા નગરપાલિકા કચેરીએ દોડી ગઈ હતી અને મહિલાઓએ નગરપાલિકા તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે, છેલ્લા 8-9 દિવસથી તેમના વિસ્તારમાં પાણી સમ ખાવા પુરતું પણ પણી આવતું નથી. આથી પાણી મેળવવા માટે કપરો સંઘર્ષ કરવો પડે છે એક પાણી બેડા માટે જ્યાં ત્યાં વલખા મારવા પડે છે. હજુ ચોમાસું માથે બેઠું છે અને પાણી ભરપૂર છે છતાં છતે પાણીએ વલખા મારવાની નોબત આવી છે. પાણી માટે જ્યાં ત્યાં રઝળપાટ કરવો પડતો હોય એ શ્રમજીવી વિસ્તારના લોકોને ભારે હાલાકી પડે છે. શહેરમાં બધે જ પાણી આવતું હોય તો તેમના વિસ્તારમાં એક ઓરમાર્યું વર્તન દાખવવામાં આવતું હોવાની રજુઆત કરી પાણી દરરોજ તેમના વિસ્તારમાં યોગ્ય રીતે વિતરણ કરવાની માંગ ઉઠાવી હતી.

- text

- text